વલસાડ LCBએ 11.89 લાખનો દારૂ જપ્ત કર્યો, દમણથી લવાતો હતો, બે આરોપી ઝડપાયા.
વલસાડ LCBએ 11.89 લાખનો દારૂ જપ્ત કર્યો, દમણથી લવાતો હતો, બે આરોપી ઝડપાયા.
Published on: 04th August, 2025

વલસાડના વાપીમાં LCBએ દમણથી આવતા એક આઈસર ટેમ્પોમાંથી રૂ. 11,89,200નો વિદેશી દારૂ જપ્ત કર્યો. ટેમ્પો (GJ-01-CY-5211)માંથી 189 બોક્સ અને 4428 બોટલ મળી આવી. પોલીસે સર્વેશ કશ્યપ અને આશીષ કશ્યપ નામના બે આરોપીઓની ધરપકડ કરી, જેઓ ઉત્તરપ્રદેશના વતની છે. આ કેસમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. પોલીસે ટેમ્પો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 17,05,200નો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ મંગાવનાર બે આરોપીઓ વોન્ટેડ છે.