જામનગર મનપાની ચોમાસા પૂર્વેની તૈયારી: રંગમતી નદી ફીડિંગ કેનાલની સ્થિતિનું નિરીક્ષણ.
જામનગર મનપાની ચોમાસા પૂર્વેની તૈયારી: રંગમતી નદી ફીડિંગ કેનાલની સ્થિતિનું નિરીક્ષણ.
Published on: 04th June, 2026

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા સજ્જ બની છે. શહેરમાં જળબંબાકાર ન થાય અને પાણીનો સરળ નિકાલ થાય તે માટે અધિકારીઓની ટીમે પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું. દરેડ વિસ્તારમાં આવેલી રંગમતી નદીની ફીડિંગ કેનાલની સ્થિતિની સમીક્ષા કરાઈ. ત્યાં મોટા પ્રમાણમાં કચરો અને કાંપ જમા થયેલો જણાયો, જેના કારણે પાણીનો પ્રવાહ અવરોધાઈ રહ્યો છે. આનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા થાય છે, જેનો કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના અપાઈ.