સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 59 લાખનો મુદ્દામાલ જપ્ત.
સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 59 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 05th August, 2025

ગાંધીનગરના શાહપુર પાસે સાબરમતી નદીમાં ભૂસ્તર તંત્રની રેડમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું. JCB મશીન અને બે ટ્રેક્ટર સહિત 59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. કલેક્ટર મેહુલ કે દવેએ રેતી ખનીજ ચોરી અટકાવવા સૂચના આપી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર કુ. મેહુલા સભાયાની આગેવાનીમાં રેડ કરાઈ હતી. જપ્ત વાહનો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે રખાયા છે.