સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાએ દુર્લભ ખગોળીય સંયોગ: ચંદ્ર, ધ્વજ અને જ્યોતિર્લિંગ એક હરોળમાં, ભક્તોએ નિહાળ્યો 'અમૃત વર્ષા યોગ'.
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાએ દુર્લભ ખગોળીય સંયોગ: ચંદ્ર, ધ્વજ અને જ્યોતિર્લિંગ એક હરોળમાં, ભક્તોએ નિહાળ્યો 'અમૃત વર્ષા યોગ'.
Published on: 06th November, 2025

સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્ર, ધ્વજદંડ અને જ્યોતિર્લિંગ એક હરોળમાં દેખાયા, જેને ભક્તો "અમૃત વર્ષા યોગ" માને છે. માન્યતા મુજબ ચંદ્રદેવે સોમનાથ મહાદેવની ઉપાસના કરી હતી. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, "હર હર મહાદેવ"ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. ત્રિપુરારી પૂર્ણિમાએ SGVP Gurukulના વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે મહાઆરતી કરી. ટ્રસ્ટે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, જેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પ્રદર્શન કર્યું હતું.