પિતૃ પક્ષ: પૂર્વજોને યાદ કરવાનો તહેવાર,પિતૃ દેવતા અને શ્રાદ્ધ પૂજા વિધિ વિશે જાણો.
પિતૃ પક્ષ: પૂર્વજોને યાદ કરવાનો તહેવાર,પિતૃ દેવતા અને શ્રાદ્ધ પૂજા વિધિ વિશે જાણો.
Published on: 08th September, 2025

આજે પિતૃ પક્ષની શરૂઆત થઈ છે, જે 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ, ધૂપ-ધ્યાન, પિંડદાન જેવી વિધિઓ કરાય છે. જે વ્યક્તિ મૃત્યુ પામે છે, તેને પિતૃ કહેવાય છે, પછી તે કુંવારા હોય કે પરિણીત. પિતૃઓની આત્માની શાંતિ માટે ભાદરવા મહિનામાં તર્પણ કરાય છે. પરિવારના મૃત સભ્યની પુણ્યતિથિ પર શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ.માતૃ નવમી પર પરિણીત મૃત મહિલાઓ માટે શ્રાદ્ધ કરો.