ભુજ મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ: ભક્તિભાવથી ઉજવાયેલો 22મો વાર્ષિક પાટોત્સવ.
ભુજ મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ: ભક્તિભાવથી ઉજવાયેલો 22મો વાર્ષિક પાટોત્સવ.
Published on: 29th July, 2025

રઘુવંશી નગર સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો 22મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. જેમાં શિવ પૂજન, હવન, દીપમાળા, બરફના શિવલિંગના દર્શન અને સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું. 800થી 900 ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાકાલેશ્વર મંદિર તેમજ નગરના સ્થાનિકોએ આ સમગ્ર પ્રસંગની કામગીરીમાં જહેમત ઉઠાવી હતી.