હિંમતનગરમાં હરસિદ્ધ માતાજી મંદિરે નવચંડી હવન: કારતકી પૂનમે મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ.
હિંમતનગરમાં હરસિદ્ધ માતાજી મંદિરે નવચંડી હવન: કારતકી પૂનમે મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ.
Published on: 05th November, 2025

હિંમતનગરમાં કારતકી પૂનમ અને દેવ દિવાળીના દિવસે હરસિદ્ધ માતાજીના મંદિરે નવચંડી હવનનો પ્રારંભ થયો. સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનના હસ્તે નવચંડી હવનનો વિધિવત પ્રારંભ કરાયો હતો. બપોર બાદ હવનમાં હોમ શરૂ થયો અને સાંજે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે.