મહાદેવ ભારતીને શોધવા ગિરનાર જંગલમાં મેગા સર્ચ ઓપરેશન: 300થી વધુ જવાનો શોધખોળમાં, ટીમોને વોકીટોકી અપાયા.
મહાદેવ ભારતીને શોધવા ગિરનાર જંગલમાં મેગા સર્ચ ઓપરેશન: 300થી વધુ જવાનો શોધખોળમાં, ટીમોને વોકીટોકી અપાયા.
Published on: 05th November, 2025

ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ગુમ થતા ખળભળાટ મચ્યો. સુસાઈડ નોટ મળ્યા બાદ પોલીસે ગિરનાર જંગલમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 300થી વધુ કર્મચારીઓ જોડાયા, જેમાં પોલીસ, SDRF જવાનો, વન કર્મચારીઓ સામેલ છે. ટીમોને વોકીટોકી અપાયા. બાપુએ સુસાઈડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો. પોલીસે FIR નોંધીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.