માંડલ: જળઝીલણીના શુભ અવસરે શ્રીહરિનો જળવિહાર એટલે કે ભગવાનનો નદીમાં સ્નાન કરવાનો પવિત્ર પ્રસંગ.
માંડલ: જળઝીલણીના શુભ અવસરે શ્રીહરિનો જળવિહાર એટલે કે ભગવાનનો નદીમાં સ્નાન કરવાનો પવિત્ર પ્રસંગ.
Published on: 04th September, 2025

ભાદરવી સુદ-11 એટલે જળ ઝીલણી અગિયારસ, આ દિવસે ભગવાન નદી-જળાશયમાં જળ ઝીલવા જાય છે. માંડલના રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી, જેમાં ઠાકોરજીને જળાશયમાં સ્નાન કરાવ્યું. મહાઆરતી અને ચીભડાંનો પ્રસાદ વિતરણ કરાયો. ઠાકોરજી ચાંદીની પાલખીમાં નગરના માર્ગો પર ફર્યા. આ શોભાયાત્રામાં કાશી, ઉત્તરપ્રદેશના મહંતોએ કરતબો કર્યા અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.