Surendranagar: ચુડામાં વરસાદી અને ગટરના પાણીથી નર્કાગાર જેવી સ્થિતિ, લોકો ત્રાહિમામ.
Surendranagar: ચુડામાં વરસાદી અને ગટરના પાણીથી નર્કાગાર જેવી સ્થિતિ, લોકો ત્રાહિમામ.
Published on: 06th September, 2025

ચુડા ગ્રામ પંચાયતમાં સુવિધાના અભાવે લોકો પરેશાન છે. રામજી મંદિર, શિવ મંદિર સહિત વિસ્તારોમાં વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહે છે, જેથી રોગચાળો ફેલાવવાની દહેશત છે. સુરેશભાઈ વાળોદરા, વિક્રમભાઈ પાટડીયા સહિતે ચુડા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી માથાભારે તત્વો દ્વારા ગટર અને વરસાદી પાણી અટકાવવામાં આવે છે માટે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે.