ભરૂચ: ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ઉજવણી, દર્શન, ગુરુબાણી પાઠ અને રક્તદાન શિબિર યોજાઈ.
ભરૂચ: ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ઉજવણી, દર્શન, ગુરુબાણી પાઠ અને રક્તદાન શિબિર યોજાઈ.
Published on: 05th November, 2025

ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા ઐતિહાસિક ચાદર સાહિબ ગુરુદ્વારામાં શીખ સમુદાયે ગુરુ નાનક દેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી. શ્રદ્ધાળુઓએ ગુરુબાણી પાઠ, પ્રાર્થના અને લંગર સેવામાં ભાગ લીધો. ગુરુ નાનક દેવજીએ અહીં ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદી પાર કરી હતી. આ પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નાયબ કલેક્ટર એન.આર.ધાંધલ પણ ઉપસ્થિત રહ્યા.