ત્રણ દિવસ, ત્રણ વિસ્તારમાં ઇસ્કોનની ભવ્ય રથયાત્રા
ત્રણ દિવસ, ત્રણ વિસ્તારમાં ઇસ્કોનની ભવ્ય રથયાત્રા
Published on: 08th July, 2026

આ વર્ષે ઇસ્કોન મંદિરની રથયાત્રા ભક્તિ અને સેવાના વિશાળ મહોત્સવ તરીકે ઉજવાશે, જે પરંપરાગત સ્વરૂપથી આગળ વધી રહી છે. પ્રથમવાર, રથયાત્રા સતત ત્રણ દિવસ અલગ-અલગ વિસ્તારોમાં યોજાશે, જેથી હજારો ભક્તોને પોતાના વિસ્તારમાં ભગવાન જગન્નાથના દર્શનનો લાભ મળશે. 16 જુલાઈએ બિલેશ્વરથી ઇસ્કોન મંદિર, 18 જુલાઈએ મણિનગર અને 19 જુલાઈએ બોપલમાં લગભગ 8-8 કિલોમીટરની ભવ્ય યાત્રા નીકળશે. સૌથી મોટી વિશેષતા તરીકે, પ્રથમવાર એક લાખ રૂપિયાના ફટાકડાથી ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આયોજનમાં 10 હજારથી વધુ ભક્તો જોડાશે અને 2,000 કિલો ખીચડી, 1,000 કિલો બુંદી સહિત પ્રસાદ વિતરણ થશે.