ખેડૂતો બાદ તલાટીઓએ મોરચો માંડ્યો!
ખેડૂતો બાદ તલાટીઓએ મોરચો માંડ્યો!
Published on: 08th July, 2026

રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે તલાટીઓએ પણ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. મહેસૂલ અને પંચાયત વિભાગ વચ્ચે કામની અસ્પષ્ટતાના વિવાદ બાદ, વાટાઘાટો નિષ્ફળ જતાં તલાટીઓએ મહેસૂલી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. આ હડતાલને કારણે ગ્રામ પંચાયતોના રોજિંદા વહીવટી કાર્યો અને સરકારની મહેસૂલી વસૂલાતની પ્રક્રિયા પણ ઠપ થઈ ગઈ છે. નવી ભરતી છતાં જૂના કર્મચારીઓ પર કામનું ભારણ યથાવત છે, અને તેમની માંગ છે કે કામની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે.