ઓશિયા મોલ ડિરેક્ટર દંપતી 13 વેપારીઓના 4.73 કરોડ લઈને વિદેશ ફરાર
ઓશિયા મોલ ડિરેક્ટર દંપતી 13 વેપારીઓના 4.73 કરોડ લઈને વિદેશ ફરાર
Published on: 08th July, 2026

ગુજરાતમાં FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે મોટી છેતરપિંડી થઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતના 13 વેપારીઓ પાસેથી કુલ 4.73 કરોડ રૂપિયાનો માલસામાન ખરીદીને ઓશિયા મોલના ડિરેક્ટર દંપતી ધીરેન્દ્ર ગૌતમ ચોપરા અને કવિતા ધીરેન્દ્ર ચોપરા વિદેશ નાસી છૂટ્યા છે. CID ક્રાઈમમાં આ અંગે FIR નોંધાઈ છે. આરોપીઓએ વેપારીઓને આપેલી ચેક બાઉન્સ થઈ હતી અને બાદમાં તેઓ સંપર્ક બહાર હતા. આ પૈસાથી મિલકતો ખરીદી હોવાની પણ ફરિયાદ છે.