રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના ૧૧૯ વર્ષ પૂર્ણ
રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના ૧૧૯ વર્ષ પૂર્ણ
Published on: 08th July, 2026

કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ૧૧૯ વર્ષ પૂર્ણ કરી ૧૨૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ૧૯૦૮માં સ્થપાયેલી આ સંસ્થાએ ૧૬૦૦થી વધુ અનાથ બાળકોને દેશ-વિદેશમાં દત્તક અપાવી નવજીવન આપ્યું છે. ૩૭૫ દીકરીઓના કન્યાદાન સહિત, આશ્રમ અનાથ બાળકોથી લઈને વડીલો સુધી સૌનો સહારો બન્યો છે. હાલમાં ૧૦૦ જેટલી બાળાઓ આશ્રય મેળવી રહી છે અને ૨૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. સંસ્થાના વિકાસમાં મોરબીના રાજવી અને સમાજસેવકોનું મોટું યોગદાન રહ્યું છે.