મિશન જી-સફલ યોજનાનો ફિયાસ્કો
મિશન જી-સફલ યોજનાનો ફિયાસ્કો
Published on: 08th July, 2026

રાજ્ય સરકારની ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્યુમેન્ટિંગ લાઇવલીહુડ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં મિશન જી-સફલ યોજના અત્યારે નિષ્ફળ રહી છે. ફેબ્રુઆરી-2025માં શરૂ થયેલી આ યોજના અંત્યોદય કાર્ડ ધારકોને ડેરી, બકરા-પાલન, નાના વ્યવસાય અને એગ્રીકલ્ચર જેવા વિકલ્પોમાં રોજગારી આપવાનો વાયદો કરતી હતી. લગભગ ૧ વર્ષ અને ૩ મહિના બાદ પણ, એગ્રીકલ્ચર સિવાય અન્ય ક્ષેત્રોના લાભાર્થીઓને સહાય મળી નથી. ઘણા લાભાર્થીઓએ પોતાના ખર્ચે શેડ બનાવ્યા અને સ્માર્ટફોન ખરીદ્યા, જેના કારણે તેઓ દેવાના બોજ હેઠળ દબાયા છે. ફિલ્ડકોચને પણ જાન્યુઆરી-2026થી પગાર મળ્યો નથી અને ૧૧મી એપ્રિલથી તેમને હોલ્ડ પર મૂકી દેવાયા છે.