અમદાવાદમાં સામાન્ય વરસાદમાં સરખેજ રોડ બેસી ગયો
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં સરખેજ રોડ બેસી ગયો
Published on: 08th July, 2026

અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરના સરખેજ ગામતળ વિસ્તારનો મુખ્ય રોડ પ્રથમ વરસાદમાં જ અચાનક જમીનમાં બેસી ગયો હતો. રસ્તા પર મોટો ભૂવો પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. માત્ર એક મહિના પહેલાં કરાયેલા કામચલાઉ પૂરાણ અને તંત્રની બેદરકારીને કારણે આ ઘટના બની. કોર્પોરેટરોએ ઘટનાસ્થળે દોડી આવી તાકીદે માર્ગ બંધ કરી કોઈ હોનારત ટાળી. હાલ કામચલાઉ પૂરાણ કરાઈ રહ્યું છે અને વરસાદ બાદ પાકું રોડ બનશે.