ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં જળાશયોની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં થયેલ નુકસાન, રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ, અને પાક નુકસાનનો સર્વે ઝડપી પૂર્ણ કરી સહાયની પ્રક્રિયા શરૂ કરવા અંગે ચર્ચા થશે. યુરિયા સહિત ખાતરના ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા, સરકારી ભરતી પ્રક્રિયા, પાણી પુરવઠા, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે પણ મંત્રણા થશે.
ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
ફિલ્મ 'પુષ્પા' જેવો live સીન: નદીમાં ચંદન નહીં, 3000 ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા
મહારાષ્ટ્રના રાયગઢમાં સુપરહિટ ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'ના એક સીનની જેમ જ નદીમાં લાલ ચંદન નહીં, પરંતુ આશરે 3000 LPG ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા. ભારે વરસાદ બાદ આવેલા પૂરમાં HPCL પ્લાન્ટમાંથી આ સિલિન્ડરો વહી ગયા હતા. જોકે, મોટાભાગના સિલિન્ડર ખાલી હોવાથી ગેસ લીકેજ કે બ્લાસ્ટનો મોટો ખતરો ટળી ગયો હતો. જિલ્લા કલેક્ટરે નાગરિકોને આ સિલિન્ડરોથી દૂર રહેવા અને કોઈ જોખમ ન ખેડવા અપીલ કરી છે. તંત્ર અને કંપની સંયુક્ત રીતે સિલિન્ડરોની શોધખોળ કરી રહ્યા છે.
ફિલ્મ 'પુષ્પા' જેવો live સીન: નદીમાં ચંદન નહીં, 3000 ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા
અમદાવાદ રથયાત્રા રૂટ પર બે દિવસ 'નો પાર્કિંગ ઝોન'
અમદાવાદ શહેરમાં 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી નગર રથયાત્રાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. રથયાત્રાના સમગ્ર રૂટ અને તેની આસપાસના વિસ્તારોને 15 જુલાઈની મધ્યરાત્રિથી 16 જુલાઈ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થઈ માણેકચોક, દાણાપીઠ, ખમાસા થઈ પરત મંદિર સુધીના તમામ માર્ગો પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે BNS, 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-131 મુજબ કડક કાર્યવાહી થશે.
અમદાવાદ રથયાત્રા રૂટ પર બે દિવસ 'નો પાર્કિંગ ઝોન'
ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો
અમરેલી જિલ્લામાં લીલીયાના અંટાળીયા નજીક ત્રણ યુવકો ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયા હતા. દરમિયાન, સિંહ બેલડીના મેંટિંગ પીરિયડમાં ખલેલ પહોંચતા સિંહે યુવકો પર હુમલો કર્યો. આ હુમલામાં સોહિલ રફીકભાઈ નામના યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકોને વન વિભાગની ટીમે બચાવી લીધા છે. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં સવા મહિનામાં અમરેલીમાં સિંહ હુમલાની આ સાતમી ઘટના છે.
ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો
સુરતમાં જળપ્રલય: 13 મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં છેલ્લા 38 કલાકમાં 19 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદી આફતમાં ડૂબવા અને કરંટ લાગવાથી કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 8 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યૂ કરાયા છે અને 3,862 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. 9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરાઈ છે.
સુરતમાં જળપ્રલય: 13 મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
PSI ભરતી: 15 વર્ષ સેવા નિયમને હાઈકોર્ટની મંજૂરી
ગુજરાત હાઈકોર્ટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી) વર્ગ-3ની ભરતીના 15 વર્ષના સંયુક્ત સેવા નિયમને યથાવત રાખ્યો છે. ભરતી નિયમોને પડકારતી અરજીઓ ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે આ સરકારની નીતિવિષયક બાબત છે, જેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં. કોર્ટે જણાવ્યું કે માત્ર પ્રતિકૂળ અસર થતી હોય તેને ગેરબંધારણીય કહી શકાય નહીં. અરજદારો 13 વર્ષ સુધી નિયમને પડકાર્યા વિના 2025ની ભરતીમાં અયોગ્ય ઠર્યા બાદ હાઈકોર્ટમાં આવ્યા હતા, જે ખોટું છે.
PSI ભરતી: 15 વર્ષ સેવા નિયમને હાઈકોર્ટની મંજૂરી
મુંબઈમાં મુશળધાર વરસાદ!
મુંબઈમાં સતત વરસાદ વચ્ચે પાણી પુરવઠા માટે રાહતના સમાચાર મળ્યા છે. વિહાર બાદ તુલસી તળાવ પણ ઓવરફ્લો થયું છે, જેના કારણે શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં કુલ જળસંગ્રહ ક્ષમતાના 41.43 ટકા સુધી પહોંચી ગયો છે. તુલસી તળાવ મુંબઈને દરરોજ આશરે 1.8 કરોડ લીટર પાણી પૂરું પાડે છે અને તેનું વધારાનું પાણી વિહાર તળાવમાં જાય છે. સતત વરસાદને કારણે આગામી દિવસોમાં અન્ય જળાશયોની સપાટીમાં પણ વધારો થવાની શક્યતા છે.
મુંબઈમાં મુશળધાર વરસાદ!
અમદાવાદનાં સરસપુરનું 149 વર્ષ જૂનું મામેરું પુનઃજીવિત થશે
અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પહેલાં, સરસપુરના પ્રાચીન રણછોડજી મંદિરેથી 149 વર્ષ જૂની મામેરાની પરંપરા પુનઃજીવિત થઈ રહી છે. આ ઐતિહાસિક પ્રથા, જે પહેલાં સાધુ-સંતોના વિશ્રામ અને મામેરાની શરૂઆત સ્થળ હતી, તે હવે ફરી શરૂ થશે. મહંત વાસુદેવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ આ પરંપરામાં ભગવાન જગન્નાથજીને મોસાળ પક્ષ તરફથી મામેરું અર્પણ કરાતું હતું અને ભોજન-પ્રસાદની વ્યવસ્થા થતી હતી. આ વર્ષે, સુદર્શન ચક્ર, વાંસળી જેવી ભેટો સાથે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
અમદાવાદનાં સરસપુરનું 149 વર્ષ જૂનું મામેરું પુનઃજીવિત થશે
ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર
પહલગામ આતંકી હુમલા બાદ, આંતરરાષ્ટ્રીય મંચ પર પક્ષ રજૂ કરવા ભારતે અમેરિકાની લોબિંગ ફર્મ 'SHW પાર્ટનર્સ LLC' સાથેનો કોન્ટ્રેક્ટ વધુ એક વર્ષ માટે રિન્યૂ કર્યો છે. આ ફર્મ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથીદાર જેસન મિલરની છે. FARA હેઠળ, ભારત દર મહિને $1,50,000 ચૂકવશે, જે વાર્ષિક $1.8 મિલિયન થશે. આ કોન્ટ્રેક્ટ 23 એપ્રિલ, 2027 સુધી ચાલશે. આ ફર્મ વ્યૂહાત્મક સલાહ, ટેક્ટિકલ પ્લાનિંગ અને અમેરિકન સરકાર સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવામાં મદદ કરશે.
ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર
ગુજરાતનો દરિયો તોફાની બનશે, માછીમારો અને બંદરો માટે IMD ની ખાસ ચેતવણી જાહેર
ગુજરાતમાં સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 9 જુલાઈએ તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન, દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા અને દરિયો તોફાની બનવાની પ્રબળ શક્યતા હોવાથી, માછીમારો અને બંદરો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. IMD એ 8 થી 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર સિગ્નલ નંબર-3 યથાવત રાખવામાં આવ્યો છે.
ગુજરાતનો દરિયો તોફાની બનશે, માછીમારો અને બંદરો માટે IMD ની ખાસ ચેતવણી જાહેર
મમતાએ કાર્યકર્તાને માર્યો થપ્પો!
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી દરમિયાન BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાં 41 લોકો ઘાયલ થયા. આ દરમિયાન, વાયરલ થયેલા વીડિયોમાં મમતા બેનર્જી પોતાના જ એક કાર્યકર્તાને થપ્પડ મારતા જોવા મળ્યા. આ ઘટના કાલીઘાટ ખાતે બની હતી. રેલીમાં BJP સમર્થકોએ ઘૂસણખોરી કરી હોવાનો TMCનો આરોપ છે, જેના પગલે પથ્થરમારો થયો હતો. ઘાયલોને SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે. TMCએ BJP ગુંડાઓ પર નિર્દયતાનો આરોપ મૂક્યો છે.
મમતાએ કાર્યકર્તાને માર્યો થપ્પો!
ઇન્ડોનેશિયાનાં ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ૯મી સદીમાં બનેલા અને ભગવાન શિવને સમર્પિત પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી. આ ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર યોગ્યાકર્તા નગરથી ૧૭ કિ.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે અને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયેલું છે. તેના જિર્ણોદ્ધાર અને સંરક્ષણમાં ભારત સક્રિય સહાય કરી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે.
ઇન્ડોનેશિયાનાં ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ
સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે અભિજીત દીપકના નૂડલ્સ ખાતાં વીડિયો પર વિવાદ
નવી દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે CJP સ્થાપક અભિજીત દીપકેનો ફૂડ વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ કચોરી, બ્રેડ પકોડા અને નૂડલ્સ ખાતા દેખાય છે, જેના કારણે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શા માટે તેઓ ઉપવાસ પર નથી. દીપકેએ સ્પષ્ટતા કરી કે વીડિયો જૂનો છે અને ખોટા સંદર્ભમાં રજૂ કરાયો છે. તેમણે જણાવ્યું કે, આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ છે અને કોર ટીમની જવાબદારીઓ સમજાવી.
સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે અભિજીત દીપકના નૂડલ્સ ખાતાં વીડિયો પર વિવાદ
ગુજરાતમાં 'ભારે' વરસાદ: 425 રસ્તા બંધ, 11 ડેમ હાઈ-એલર્ટ
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યમાં સરેરાશ 222.10 mm વરસાદ નોંધાયો છે, જેમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. 7,500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. પંચાયત હસ્તકના 403 અને 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. નર્મદા ડેમ 65% ભરાયો છે, જ્યારે 11 ડેમ હાઈ-એલર્ટ પર છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં 'ભારે' વરસાદ: 425 રસ્તા બંધ, 11 ડેમ હાઈ-એલર્ટ
દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી!
દિલ્હીના રોહિણી સેક્ટર 16 માં ભારે વરસાદને કારણે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું. સાંજે 4:20 વાગ્યે બનેલી આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રને મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. ફાયર સર્વિસની 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી.
દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી!
પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV થયું ક્રેશ
પોરબંદરના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ એરિયલ વેહિકલ(UAV) ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ દુર્ઘટના પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં બની હતી. UAV આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાતા દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જણાય છે.
પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV થયું ક્રેશ
મમતા બેનર્જીની રેલીમાં TMC-BJP વચ્ચે મારામારી, 'ચોર... ચોર...' ના નારા
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા બેનર્જીની રેલી દરમિયાન TMC અને BJP કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હિંસક ઝપાઝપી થઈ. કાર્યકર્તાઓએ 'ચોર, ચોર' ના નારા લગાવ્યા. પોલીસે સ્થિતિ સંભાળી. મમતા બેનર્જીએ પોલીસ અને વહીવટી તંત્ર પર રેલી રોકવાનો પ્રયાસ કરવાનો અને ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે હાઈકોર્ટની મંજૂરી હોવા છતાં પોલીસ શાંતિપૂર્ણ રેલી યોજવામાં નિષ્ફળ રહી અને તેમના કાર્યકર્તાઓને માર માર્યો.
મમતા બેનર્જીની રેલીમાં TMC-BJP વચ્ચે મારામારી, 'ચોર... ચોર...' ના નારા
સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો
સુરતમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થતાં ભાજપના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે, 'બેઠકો ઘણી, પણ આયોજન શૂન્ય' છે. લાખો લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે, અને ગયા વર્ષની સમીક્ષા માત્ર કાગળ પર રહી છે. ટેક્નિકલ સર્વે કરીને પાણી ડાયવર્ટ કરવાની જરૂર છે, પરંતુ આયોજનના અભાવે લોકો મુશ્કેલીમાં છે. તેમણે વહીવટી તંત્રની નિષ્ફળતા પર ભાર મૂક્યો અને કાયમી ઉકેલ લાવવાની માગ કરી.
સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો
અમદાવાદમાં નશામાં AMTS ડ્રાઈવર રુટ ભૂલ્યો!
અમદાવાદમાં AMTS બસ ડ્રાઈવર નશાની હાલતમાં રુટ ભૂલી જતાં એક ગંભીર અકસ્માત સર્જાયો. સાળંગપુરથી એલિસબ્રિજ તરફ જઈ રહેલી બસને બદલે ડ્રાઈવરે તેને રિવરફ્રન્ટ તરફ હંકારી દીધી અને બ્રિજ નીચે આવેલા ડિવાઈડર સાથે અથડાવી દીધી. પોલીસ પૂછપરછમાં ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ થયું, જેના કારણે તેને નિર્ધારિત રૂટની દિશાનું પણ ભાન રહ્યું ન હતું. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી બસ કબજે લીધી અને ગુનો નોંધ્યો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદમાં નશામાં AMTS ડ્રાઈવર રુટ ભૂલ્યો!
સુરતના કૃષ્ણનગર અને ગઢા નગરમાં જળબંબાકાર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદી માહોલ છે, જેના કારણે સુરત છેલ્લા બે દિવસથી જળમગ્ન બન્યું છે. સુરતના અનેક વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાથી સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે, જેણે જનજીવનને ખોરવી નાખ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં, તંત્ર દ્વારા સુરતમાં જળબંબાકારમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. SDRF અને NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતના કૃષ્ણનગર અને ગઢા નગરમાં જળબંબાકાર
EDએ TMCના 440 કરોડ રૂપિયા જમા બેંક ખાતા ફ્રીઝ કર્યા
EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ TMC સાથે જોડાયેલા 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા છે, જેમાં 440 કરોડ રૂપિયા જમા છે. આ કાર્યવાહી કથિત શંકાસ્પદ વ્યવહારો અને ચાર્ટર્ડ પ્લેનના ખર્ચની તપાસ માટે કરાઈ છે. EDએ કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 'કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝ'નો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું કે, TMCના ખાતાઓમાંથી 'કેરવેલ એવિએશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' અને તેની સહયોગી કંપનીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હતી, જેનો ઉપયોગ 'એમ્બ્રેયર લિગસી 600' કોર્પોરેટ વિમાન અને 'અગસ્તા વેસ્ટલેન્ડ 109SP' હેલિકોપ્ટર ખરીદવા માટે થયો હતો.
EDએ TMCના 440 કરોડ રૂપિયા જમા બેંક ખાતા ફ્રીઝ કર્યા
નર્મદામાં ખેડૂતોના પ્રશ્ને ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું
નર્મદા જિલ્લામાં જંગલ-જમીનના મુદ્દે ખેડૂતોને ન્યાય ન મળતાં ભાજપ સંગઠનના ઉપપ્રમુખ લીલાબહેન વસાવાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે પક્ષના નેતૃત્વને જાણ કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. 2002 થી જે જમીન પર ખેતી થાય છે, તેને 2025 થી છીનવી લેવાની ધમકી સામે ખેડૂતોના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે.
નર્મદામાં ખેડૂતોના પ્રશ્ને ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું
સુરતના ભાજપ કાર્યાલય પાસે પાણીમાં ડૂબેલા લોકો; નાસ્તા પાર્ટીના વીડિયોથી ભારે આક્રોશ
સુરતમાં મેઘતાંડવે હજારો પરિવારોને પાણીમાં ધકેલી દીધા છે. ઘરોમાં પાણી, વીજળી અને પીવાના પાણીની અછત વચ્ચે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના તાપી ભવનમાં યોજાયેલી નાસ્તા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પૂરગ્રસ્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપ કાર્યાલયથી માત્ર 500 મીટરના વિસ્તારમાં લોકો મદદ માટે તરસી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં અસરગ્રસ્તોએ સવાલ ઉઠાવ્યો છે કે, "મત માંગવા દરવાજે-દરવાજે આવતા નેતાઓ આપત્તિના સમયે ક્યાં ગાયબ થઈ ગયા?"
સુરતના ભાજપ કાર્યાલય પાસે પાણીમાં ડૂબેલા લોકો; નાસ્તા પાર્ટીના વીડિયોથી ભારે આક્રોશ
વૃદ્ધ પૂજારીએ વિધિના નામે સગીરા પર કર્યો બળાત્કાર
વડોદરાના અકોટા વિસ્તારમાં એક 70 વર્ષીય પૂજારી નરેન્દ્ર ભટ્ટ દ્વારા 17 વર્ષીય સગીરા પર વિધિના નામે બળાત્કાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચિંતાતુર માતા-પિતાએ પોતાની દીકરીનું મન શાંત કરવા માટે પૂજારીનો સંપર્ક કર્યો હતો, જે બાદ તેણે ઘેર આવીને વિધિ કરવાના બહાને સગીરા પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ પૂજારીએ વિધિના નામે સગીરા પર કર્યો બળાત્કાર
ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ગુજરાતમાં આજે પણ અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં આજે (8 જુલાઈ) પણ ભારે વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 9 જુલાઈથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે.
ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
જામનગર શહેરના સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. ધન અપૂર્વા સોસાયટી પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી બુલેટ મોટરસાયકલને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત થયું, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી રહી છે.
જામનગરમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
પગાર વધારવાની ના પાડતા કર્મચારીએ શેઠની કાર તોડી
વડોદરામાં ઇન્સ્યોરન્સ એજન્ટ જતીન પટેલના કર્મચારી માલવ દિલીપકુમાર પટેલે પગાર વધારવાની માંગણી ના સંતોષાતા ઉશ્કેરાઈને કારમાં તોડફોડ કરી હતી. કંપનીમાં આઠ વર્ષથી નોકરી કરતા માલવ પટેલે રૂ. 1.25 લાખ પગાર હોવા છતાં વધુ પગારની માંગણી કરી હતી. ના પાડતા તેણે નોકરી છોડી દીધી અને બાદમાં શેઠની બે કારના કાચ અને લાઈટો બેટ વડે તોડી નાખ્યા. આ ઉપરાંત કારમાંથી રૂ. 2 લાખ રોકડાની ચોરી પણ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પગાર વધારવાની ના પાડતા કર્મચારીએ શેઠની કાર તોડી
વડોદરામાં નવા પાણીની આવક થતા જ મગરોમાં અફરાતફરી
વડોદરામાં ચોમાસા દરમિયાન નવા પાણીની આવક થતાં મગરોમાં અફરાતફરી મચી ગઈ છે. વાસણા રોડના બંગલાઓ નજીક 9 ફૂટના મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. સામાન્ય રીતે મગરો શાંત પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વહેતા પાણીમાં તેમને તકલીફ થાય છે. આ ઉપરાંત, તાંદલજા બસ સ્ટેન્ડ પાસે અને પાદરા રોડ ઉપર પણ મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફોરેસ્ટ વિભાગ અને જીવદયા સંસ્થાઓ લોકોને સાવચેત રહેવા અને મગર દેખાય તો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી રહી છે.
વડોદરામાં નવા પાણીની આવક થતા જ મગરોમાં અફરાતફરી
સુરતમાં મેઘતાંડવ: હજારો દુકાનોમાં પાણી, કરોડોનો વેપારી માલ બરબાદ
સુરતમાં ભારે વરસાદના કારણે શહેરના વેપાર-ધંધાને મોટો ફટકો પડ્યો છે. વિવિધ વિસ્તારોમાં એપાર્ટમેન્ટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હજારો દુકાનોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનો માલસામાન બરબાદ થયો છે. વરસાદ ઘટ્યા બાદ વેપારીઓ પમ્પની મદદથી દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં વ્યસ્ત છે. બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ભારે નુકસાન થયું છે. કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણું, ફર્નિચર જેવા અનેક વેપારને નુકસાન થયું છે.
સુરતમાં મેઘતાંડવ: હજારો દુકાનોમાં પાણી, કરોડોનો વેપારી માલ બરબાદ
LIC ને બદલે હવે આવશે નવી 'CLIC' વીમા કંપની, અમિત શાહે ખેડૂતો માટે કરી જાહેરાત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી કો-ઓપરેટિવ જીવન વીમા કંપની 'CLIC' ની જાહેરાત કરી છે. આ કંપની ખાસ કરીને દેશના ખેડૂતો, છેવાડાના માનવી અને સહકારી સંસ્થાઓને ફાયદો પહોંચાડશે. હાલમાં કાર્યરત 8.5 લાખ સહકારી સંસ્થાઓના 300 મિલિયનથી વધુ સભ્યો માટે વીમા સેવાઓ સરળ બનશે. ખેડૂતોને પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી (PACS) દ્વારા વીમા પોલિસી અને ક્લેમની સુવિધા નજીકના કેન્દ્રો પર મળશે. આ 'ભારત ટેક્સી' મોડલ પર આધારિત છે.
LIC ને બદલે હવે આવશે નવી 'CLIC' વીમા કંપની, અમિત શાહે ખેડૂતો માટે કરી જાહેરાત
વલસાડમાં મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું ૧.૨૫ લાખ કયુસેક
વલસાડ જિલ્લામાં અવિરત મેઘમહેરને કારણે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ડેમના ૮ દરવાજા ૪ મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમની સપાટી વધી હતી. જિલ્લાના કપરાડા તાલુકામાં ૮.૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન પ્રભાવિત થયું છે અને કોઝ વે પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ પ્રશાસને લોકોને નદી કિનારેથી દૂર રહેવાની અપીલ કરી છે.