જેતપુરમાં પુત્રએ માતાના મિત્રની છરી ઝીંકી હત્યા કરી
જેતપુરમાં પુત્રએ માતાના મિત્રની છરી ઝીંકી હત્યા કરી
Published on: 08th July, 2026

જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરે માતા સાથે મૈત્રીકરાર કરનાર કમલેશ વાઘેલાની તેના પુત્ર જયેન વાઘેલાએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી. નીતાબેન સાથેના મૈત્રીકરાર અને તેમની સાથે રહેવાનું જયેનને મંજૂર નહોતું. છેલ્લા કેટલાક દિવસોથી આ બાબતે માથાકૂટ ચાલી રહી હતી. પોલીસ તપાસમાં ખુલાયું કે જયેન છેલ્લા બે-ત્રણ દિવસથી હત્યાના વીડિયો ક્લિપ જોતો હતો અને તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ આવા વીડિયોનું સ્ટેટસ રાખ્યું હતું. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો.