શામળાજીમાં દેવ દિવાળી: ભક્તોની ભીડ, ભગવાન શામળિયાના અનોખા શણગાર અને હજારોએ દર્શન કર્યા.
શામળાજીમાં દેવ દિવાળી: ભક્તોની ભીડ, ભગવાન શામળિયાના અનોખા શણગાર અને હજારોએ દર્શન કર્યા.
Published on: 05th November, 2025

શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીની ઉજવણી થઈ. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ હજારો ભક્તો ઉમટ્યા, મંદિર બહાર લાંબી કતારો લાગી. શ્રદ્ધાળુઓ ધજાઓ લઈને આવ્યા અને ભગવાનને ચઢાવી. દેવ દિવાળી નિમિત્તે ભગવાનને હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોથી અનોખો શણગાર કરાયો, જેને નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી.