ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર: મત ચોરીના આક્ષેપો ખોટા, થાઇલેન્ડ-કંબોડિયામાં છુપાઈને જાય છે, એટમ બોમ્બ ફૂટતો કેમ નથી?
ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર: મત ચોરીના આક્ષેપો ખોટા, થાઇલેન્ડ-કંબોડિયામાં છુપાઈને જાય છે, એટમ બોમ્બ ફૂટતો કેમ નથી?
Published on: 05th November, 2025

રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલે ખોટા આક્ષેપો કર્યા છે. તેઓ સંસદ સત્ર દરમિયાન થાઇલેન્ડ અને કંબોડિયાની ગુપ્ત મુલાકાત લે છે અને વિદેશથી પ્રેરણા લઈને લોકોનો સમય બગાડે છે. રિજિજુએ ચૂંટણી પંચના દુરુપયોગના આરોપોને નકારી કાઢ્યા અને રાહુલના "એટમ બોમ્બ"ની વાત પર પણ કટાક્ષ કર્યો. રિજિજુએ વધુમાં કહ્યું કે લોકો સાહેબથી ખુશ છે, પણ રાહુલ રડી રહ્યા છે. રાહુલ લોકશાહીનો દુરુપયોગ કરે છે.