સૌથી મોંઘુ સેટેલાઇટ NISAR લોન્ચ: ISRO-NASAનું સંયુક્ત મિશન આબોહવા અને ભૂકંપની અપડેટ્સ આપશે.
સૌથી મોંઘુ સેટેલાઇટ NISAR લોન્ચ: ISRO-NASAનું સંયુક્ત મિશન આબોહવા અને ભૂકંપની અપડેટ્સ આપશે.
Published on: 30th July, 2025

સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ NISAR 30 જુલાઈના રોજ લોન્ચ થયું. આ મિશન પર 1.5 અબજ ડોલરનો ખર્ચ થયો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. NASA અને ISRO દ્વારા સંયુક્ત રીતે બનાવેલ NISAR 747 કિમીની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ફરશે. આ મિશનનો સમયગાળો 5 વર્ષ છે. NISAR એનું પૂરું નામ NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર છે.