સપ્તેશ્વર નદીમાં ડૂબી બે મિત્રોના કરૂણ મોત
સપ્તેશ્વર નદીમાં ડૂબી બે મિત્રોના કરૂણ મોત
Published on: 23rd August, 2026

મહેસાણાના પુનિતનગર સોસાયટીના બે મિત્રો, નવદીપ રાવત અને રાજવીર ઠાકોર, સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન બાદ ન્હાવા પડ્યા હતા. નદીમાં અચાનક આવેલા 10-12 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી જતાં બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું. ફાયર વિભાગની ટીમે રેતી માફિયાઓ દ્વારા કરાયેલા આ ઊંડા ખાડાને કારણે થયેલી દુર્ઘટનામાં મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનાથી પરિવારજનો અને સોસાયટીમાં શોકની લહેર પ્રસરી ગઇ હતી.