દરિયાએ સ્વીકારી શ્રદ્ધા, પણ POP રસાયણોને નકાર્યા‎
દરિયાએ સ્વીકારી શ્રદ્ધા, પણ POP રસાયણોને નકાર્યા‎
Published on: 23rd August, 2026

દશામાના દસ દિવસીય વ્રત અને ભક્તિ બાદ પોરબંદરના ચોપાટી દરિયાકાંઠે મા દશામાની પ્રતિમાઓને ભાવપૂર્વક વિદાય અપાઈ. આ દરમિયાન, ઘરે-ઘરે પૂજા-અર્ચના અને ભક્તિમય માહોલ છવાયો હતો. વિસર્જન બાદ, ચોપાટીના કિનારે એક અનોખો નજારો જોવા મળ્યો. કુદરતે જાણે ભાવિકોની શ્રદ્ધા અને સામગ્રી વચ્ચે પરીક્ષા લીધી હોય તેમ, માટીની મૂર્તિઓ દરિયામાં તરત જ ઓગળી ગઈ. પરંતુ, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) માંથી બનેલી મૂર્તિઓ દરિયાના મોજાંઓ દ્વારા કિનારે પાછી ફેંકાઈ, જે ખંડિત હાલતમાં જોવા મળતાં સૌ કોઈ ભાવુક બન્યા.