શેરબજારમાં ટ્રમ્પના ટેરિફની અસર: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, 61 શેરમાં લૉઅર સર્કિટ.
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફની અસર: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, 61 શેરમાં લૉઅર સર્કિટ.
Published on: 31st July, 2025

શેરબજારમાં ટ્રમ્પના 25% ટેરિફ અને પેનલ્ટીની અસરથી ભારતીય બજારમાં મોટો ઘટાડો થયો. નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટ્યો અને સેન્સેક્સમાં 750થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો. બેન્ક નિફ્ટી લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને FMCG 300થી વધુ પોઈન્ટ ઘટ્યા. BSEની ટોચની કંપનીઓના શેરમાં પણ ઘટાડો નોંધાયો.