RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો: EMI નહીં ઘટે.
RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો: EMI નહીં ઘટે.
Published on: 07th August, 2025

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનિટરી પોલિસી કમિટિ (MPC) એ 5.50 ટકા રેપો રેટ યથાવત રાખ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25 ટકા ટેરિફની જાહેરાત બાદ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો. રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું કે વિશ્વ વિકાસમાં અમેરિકા કરતાં ભારતનું યોગદાન વધારે છે. ટેરિફની અર્થતંત્ર પર શું અસર પડે છે તેનો અંદાજ મેળવવાનું યોગ્ય છે.