ICICI બેંક ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર: MABમાં ફેરફાર, વ્યાજ દરમાં ઘટાડો અને નવી માર્ગદર્શિકા.
ICICI બેંક ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર: MABમાં ફેરફાર, વ્યાજ દરમાં ઘટાડો અને નવી માર્ગદર્શિકા.
Published on: 09th August, 2025

જો તમારું ખાતું ICICI બેન્કમાં છે, તો તમારા માટે મહત્વપૂર્ણ માહિતી છે. 1 ઓગસ્ટ 2025થી, બેન્કે સેવિંગ અકાઉન્ટ માટેના મિનિમમ એવરેજ બેલેન્સ (MAB)માં મોટો ફેરફાર કર્યો છે. આ બેલેન્સ હવે પાંચ ગણો વધી ગયો છે, જે દેશના મેટ્રો, શહેરી, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ પડશે. મેટ્રો અને શહેરી વિસ્તારો માટે MAB 50,000 રૂપિયા, અર્ધશહેરી વિસ્તારો માટે 25,000 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારો માટે 10,000 રૂપિયા રહેશે. આ ઉપરાંત, એપ્રિલ 2025માં બેંકે વ્યાજ દરમાં પણ 0.25%નો ઘટાડો કર્યો છે.