નાળિયેરી પૂનમે જાફરાબાદ બંદરે માછીમારો દ્વારા દરિયા દેવનું પૂજન અને બોટ શણગાર, 16થી દરિયો ખેડશે.
નાળિયેરી પૂનમે જાફરાબાદ બંદરે માછીમારો દ્વારા દરિયા દેવનું પૂજન અને બોટ શણગાર, 16થી દરિયો ખેડશે.
Published on: 09th August, 2025

અમરેલીના જાફરાબાદ બંદરે નાળિયેરી પૂનમે માછીમારોએ પરંપરાગત રીતે દરિયા દેવનું પૂજન કર્યું. ચોમાસામાં બંધ માછીમારી સીઝન હવે શરૂ થશે. દૂધ, અબીલ-ગુલાલથી પૂજા કરી, જેમાં આગેવાનો અને પરિવારો જોડાયા. માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ. ખારવા સમાજની પરંપરા મુજબ બોટ માલિકોએ ફૂલો અને શ્રીફળથી પૂજન કર્યું, મહિલાઓએ અગરબત્તી અને દીવા પ્રગટાવ્યા. 16 તારીખથી માછીમારો દરિયો ખેડવા નીકળશે.