બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં  "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અંતર્ગત રેલી યોજાઈ.
બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અંતર્ગત રેલી યોજાઈ.
Published on: 09th August, 2025

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા "વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઈ. આ રેલીનો હેતુ રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો, સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવાનો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા જનજાગૃતિ લાવવાનો હતો. કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહવાન કર્યું. આ રેલીમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આયોજન નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું.