AI એનિમેટેડ ફિલ્મ ‘ક્રિટર્સ’ દ્વારા OpenAIની હોલીવૂડમાં એન્ટ્રી થઈ રહી છે.
AI એનિમેટેડ ફિલ્મ ‘ક્રિટર્સ’ દ્વારા OpenAIની હોલીવૂડમાં એન્ટ્રી થઈ રહી છે.
Published on: 09th September, 2025

OpenAIની સિનેમા જગતમાં એન્ટ્રી, AI એનિમેટેડ ફીચર ફિલ્મ ‘ક્રિટર્સ’ 2026માં રિલીઝ થશે. આ ફિલ્મમાં OpenAIના ટૂલ્સ અને કોમ્પ્યુટિંગ રિસોર્સનો ઉપયોગ થયો છે, જેથી પ્રોડક્શન જલદી પૂરું થાય. આ કોલાબોરેશનથી દુનિયા જોશે કે AIથી સમય અને પૈસા બન્ને બચે છે. AI આવ્યું ત્યારથી રાઇટર્સ અને અન્ય વ્યક્તિઓમાં ડરનો માહોલ હતો.