મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી 22ના મોત
મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી 22ના મોત
Published on: 07th September, 2026

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી પિતા-પુત્ર સહિત 22 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. વધુ 112 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે દારૂના કોન્ટ્રાક્ટર સહિત 30 લોકો સામે ગુનો નોંધી 10 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી દારૂના નેટવર્ક અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. દારૂમાં મેથેનોલની ભેળસેળ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે અત્યંત ઝેરી છે.