રાજકોટ રેલવે સ્ટેશન પરથી 18 કિલો ગાંજો જપ્ત
રાજકોટ રેલવે સ્ટેશન પરથી 18 કિલો ગાંજો જપ્ત
Published on: 07th September, 2026

રાજકોટમાં નશીલા પદાર્થોનું નેટવર્ક તોડવા રેલવે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી 18.467 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો ઝડપાયો, જેની કિંમત ₹9.41 લાખ છે. બાતમીના આધારે કરાયેલા દરોડામાં છત્તીસગઢના કર્મવીર પાટિલ નામના તસ્કરને ઝડપી પાડ્યો, જ્યારે ઉત્તર પ્રદેશનો સાગરીત હર્ષસિંહ ફરાર થયો. બંને અન્ય રાજ્યોમાંથી ટ્રેન દ્વારા ડ્રગ્સની હેરાફેરીમાં સક્રિય હોવાની શંકા છે. ગાંજાનો આ જથ્થો કોને સપ્લાય થવાનો હતો તેની પૂછપરછ અને ફરાર આરોપીને ઝડપી પાડવા પ્રયાસો ચાલુ છે.