કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુર PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણી બન્યું
કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુર PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણી બન્યું
Published on: 07th September, 2026

અમદાવાદના CBD મોલમાંથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણની ઘટનાએ પાટણ જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે. આ મામલે સિનાડ ગામમાં શાંતિ જાળવવા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. બંદોબસ્ત દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થતાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના PSI એચ.વી. ચૌધરી પર હુમલો કર્યો, જેમાં PSIને ઈજા પહોંચી. આ ઘટના બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.