પ્રેમિકાને પામવા પતિની ઘાતકી હત્યા: મૃતદેહના ટુકડા કરી તળાવમાં ફેંક્યો
પ્રેમિકાને પામવા પતિની ઘાતકી હત્યા: મૃતદેહના ટુકડા કરી તળાવમાં ફેંક્યો
Published on: 07th September, 2026

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં પ્રેમસંબંધના કારણે એક વ્યક્તિની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 31 ઓગસ્ટે ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની હત્યા તેમના પત્નીના પ્રેમી દિનેશ રાયધણભાઈ ઠાકોરે કરી હતી. દોઢ વર્ષથી ચાલી રહેલા પ્રેમસંબંધને કારણે દિનેશે લખ્ખુભાઈને બોલાવી લોખંડના રોડથી મારી નાખ્યા હતા. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના બે ટુકડા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.