ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી.
ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી.
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી જીત થતાં ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' અને મીઠાઈમાં 'રસગુલ્લા' ખાઈને આ જીતની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે અમદાવાદના સીજી રોડ પરના ઝાલમુરી બનાવનાર કારીગરને ખાસ ગાંધીનગર તેડાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે લાઈનમાં ઉભા રહીને ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો અને પશ્ચિમ બંગાળની આ ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.