બંગાળ, આસામ, પુડુચેરીમાં ભાજપ સરકાર, થોડીવારમાં દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયથી PM મોદીનું સંબોધન.
બંગાળ, આસામ, પુડુચેરીમાં ભાજપ સરકાર, થોડીવારમાં દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયથી PM મોદીનું સંબોધન.
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળ, આસામ, કેરલમ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ સામે આવી ચૂક્યા છે. બંગાળમાં 190થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાયો છે જ્યારે અસમમાં 100થી વધુ બેઠક પર તો પુડુચેરીમાં 17 બેઠક પર કમળ ખીલ્યું છે. ત્યારે દેશભરમાં ભાજપ શાસિત રાજ્યોમાં ઉજવણીનો માહોલ છે. દિલ્હીમાં પણ વડા પ્રધાન મોદી ભાજપના મુખ્ય કાર્યાલય પર થોડી વારમાં પહોંચશે. જ્યાં ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કાર્યકરોને સંબોધન કરશે.