12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર!
12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર!
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવી લગભગ નક્કી થઈ ગઈ છે. બંગાળ ચૂંટણીના પરિણામોમાં ભાજપે મોટી સરસાઈ મેળવી લીધી છે. આ ઉપરાંત આસામમાં ભાજપની એકતરફી જીત થતી દેખાઈ રહી છે. બીજી તરફ પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધનની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 2014માં જ્યાં NDA માત્ર 8 રાજ્યો સુધી સીમિત હતું, આજે 2026માં આ આંકડો વધીને 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી ગયો છે. ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે, ચૂંટણીના વલણો દેશના રાજકીય નકશાને એક નવો રંગ આપી રહ્યા છે.