CISF સાયક્લોથોન-2026: કોસ્ટલ સાયકલોથોનનું ગોપનાથમાં આગમન
CISF સાયક્લોથોન-2026: કોસ્ટલ સાયકલોથોનનું ગોપનાથમાં આગમન
Published on: 07th February, 2026

CISF દ્વારા આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-2026” સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે ગોપનાથ ગામે પહોંચી. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને CISF ભાવનગર યુનિટ દ્વારા સાયકલ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક કલાકારોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા, અને CISF ના જવાનો અને ગામલોકો વચ્ચે વિવિધ રમતો યોજાઈ. આ યાત્રા 28 જાન્યુઆરીએ કચ્છના લખપતથી શરૂ થઈ 22 ફેબ્રુઆરીએ કોચી ખાતે પૂર્ણ થશે. યાત્રાનો હેતુ માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવાનો છે.