કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા ચેન્નઈથી ઝડપાયા
કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા ચેન્નઈથી ઝડપાયા
Published on: 07th September, 2026

અમદાવાદ અને સુરતમાં ગુજરાત હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઇમેઇલ મોકલનાર આરોપીઓને સાયબર ક્રાઈમ દ્વારા ચેન્નઈથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધમકી ભર્યો ઇમેઇલ કયા કારણોસર કરવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અગાઉ પણ અનેક વખત વિવિધ કોર્ટને આવી ધમકીઓ મળી ચૂકી છે. હાલ તમામ આરોપીઓને અમદાવાદ લાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.