રાપર પોલીસે છાત્રો સાથે મળીને 200 વૃક્ષોનું વાવેતર કર્યું
રાપર પોલીસે છાત્રો સાથે મળીને 200 વૃક્ષોનું વાવેતર કર્યું
Published on: 29th July, 2025

રાપર પોલીસ દ્વારા 'હરિયાળું ગુજરાત સુખી ગુજરાત' ઝુંબેશ અંતર્ગત રાપર ITI કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. પોલીસ સ્ટાફે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમમાં પીઆઇ જે.બી. બુબડીયા, પીએસઆઈ ડી. આર. ગઢવી સહિતના પોલીસ કર્મચારીઓ અને હોસ્ટેલની બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી કરવામાં આવ્યો હતો.