સૌરાષ્ટ્ર-કચ્છના હૃદયરોગના દર્દીઓ ભગવાન ભરોસે: કરોડોના ખર્ચે બનેલ Cathlab બંધ
સૌરાષ્ટ્ર-કચ્છના હૃદયરોગના દર્દીઓ ભગવાન ભરોસે: કરોડોના ખર્ચે બનેલ Cathlab બંધ
Published on: 05th November, 2025

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક Cathlab બંધ હાલતમાં છે, જેથી સૌરાષ્ટ્ર-કચ્છના હૃદયરોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળતી નથી. નિષ્ણાત તબીબના અભાવે આ સેવા થંભી ગઈ છે, દર્દીઓને અમદાવાદ રિફર કરાય છે. જોકે, હવે કાર્ડિયોલોજી વિભાગનું સંચાલન યુ.એન. મહેતા હોસ્પિટલને સોંપાતા ટૂંક સમયમાં સારવાર શરૂ થવાની આશા છે.