તાપી જિલ્લામાં ઉકાઈ નવો તાલુકો બન્યો, મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ઉજવણી.
તાપી જિલ્લામાં ઉકાઈ નવો તાલુકો બન્યો, મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ઉજવણી.
Published on: 26th September, 2025

તાપી જિલ્લામાં ઉકાઈને નવો તાલુકો જાહેર કરાયો છે. સોનગઢ તાલુકામાંથી અલગ કરી ઉકાઈ નવો તાલુકો બનતા હવે જિલ્લામાં આઠ તાલુકા થયા છે. રાજ્ય સરકારે આ નિર્ણયને સ્થાનિક લોકોએ આવકાર્યો છે. મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી. નવા ઉકાઈ તાલુકામાં સોનગઢ તાલુકાના 68 ગામોનો સમાવેશ કરાયો છે. વહીવટી સરળતા માટે આ પગલું લેવાયું છે. જેનાથી વિકાસ કાર્યોને વેગ મળશે.