વાપી નગરપાલિકાને 'નિર્મળ ગુજરાત એવોર્ડ', સ્વચ્છ સર્વેક્ષણ 2024માં 'અ' વર્ગમાં પ્રથમ સ્થાન અને 1 કરોડનો ચેક એનાયત.
વાપી નગરપાલિકાને 'નિર્મળ ગુજરાત એવોર્ડ', સ્વચ્છ સર્વેક્ષણ 2024માં 'અ' વર્ગમાં પ્રથમ સ્થાન અને 1 કરોડનો ચેક એનાયત.
Published on: 26th September, 2025

વાપી નગરપાલિકાને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 'નિર્મળ ગુજરાત એવોર્ડ'થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવી. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં 'અ' વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. આ એવોર્ડ ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા જાળવણી માટે આપવામાં આવે છે. વાપી નગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીને 1 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓની કામગીરીને પ્રેરણાદાયી ગણાવી.