નર્મદા સમાચાર: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો સાંસદ મનસુખ વસાવા પર સનસનીખેજ આક્ષેપ.
નર્મદા સમાચાર: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો સાંસદ મનસુખ વસાવા પર સનસનીખેજ આક્ષેપ.
Published on: 26th September, 2025

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા આયોજન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ કર્યો કે તેઓ જેલમાંથી છૂટ્યા એની મનસુખ વસાવાને બળતરા થઈ છે. વધુમાં ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે મનસુખ વસાવા ખોટી ફરિયાદ કરાવી જેના કારણે એમને 80 દિવસ જેલમાં રહેવું પડ્યું. ચૈતર વસાવાએ જિલ્લા વહીવટી તંત્ર પર પણ આકરા પ્રહારો કર્યા અને લોકઉપયોગી કામો નહીં થાય તો ધરણાં કરવાની ચીમકી આપી. આ નિવેદનથી નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને બંને આદિવાસી નેતાઓ વચ્ચેનો વિવાદ વકર્યો છે.