હિંમતનગર: કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ, 17 પ્રશ્નોની રજૂઆત અને ઝડપી નિકાલનો અનુરોધ.
હિંમતનગર: કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ, 17 પ્રશ્નોની રજૂઆત અને ઝડપી નિકાલનો અનુરોધ.
Published on: 26th September, 2025

હિંમતનગરમાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં નાગરિકોએ પ્રશ્નો રજૂ કર્યા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે કાર્યરત છે. અરજદારો દ્વારા 17 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને સંબંધિત અધિકારીઓને ઝડપી નિકાલ માટે અનુરોધ કર્યો. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.