સુરત: શેરબજાર અને IPOમાં રોકાણની લાલચ આપી 6.75 લાખની છેતરપિંડી, આરોપીની ધરપકડ.
સુરત: શેરબજાર અને IPOમાં રોકાણની લાલચ આપી 6.75 લાખની છેતરપિંડી, આરોપીની ધરપકડ.
Published on: 31st August, 2025

સુરતમાં, શેરબજાર અને IPOમાં રોકાણના નામે 6.75 લાખની છેતરપિંડી કરનાર આરોપી ચિરાગ પ્રજાપતિ પકડાયો. આરોપીએ ફરિયાદીને શેરબજાર અને IPOમાં રોકાણની લાલચ આપી હતી. છેલ્લા 6 મહિનાથી આરોપી-ફરિયાદી સંપર્કમાં હતા. પોલીસે આરોપીને પાટણથી ઝડપી પાડ્યો છે, અને મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.