ભાવનગરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ.
Published on: 28th July, 2025

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લા અને શહેરની સમન્વય બેઠક યોજાઈ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સંગઠનમંત્રી સરદારસિંહ મછારે સંગઠનના વ્યાપ અને સદસ્યતા અભિયાન બાબતે માર્ગદર્શન આપ્યું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ સંગઠનના કાર્યો અને આયોજનોની માહિતી આપી. પ્રાંત ટીમના હોદ્દેદારોએ પ્રશ્નો અને ઉકેલોની જાણકારી આપી.