પ્રધાનમંત્રી આવાસ યોજનાના જર્જરિત મકાનો: ભાવનગરના રહીશોની રેલી, 100થી વધુ પરિવારોએ મકાન છોડ્યા.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના જર્જરિત મકાનો: ભાવનગરના રહીશોની રેલી, 100થી વધુ પરિવારોએ મકાન છોડ્યા.
Published on: 29th July, 2025

ભાવનગરના સુભાષનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોએ નબળા બાંધકામ અને ગટર-પાણીની સમસ્યાઓથી રેલી કાઢી રજૂઆત કરી. 2021માં રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન થયેલ, 2022માં સોંપાયેલા મકાનોમાં સાડા ત્રણ વર્ષમાં જ સમસ્યાઓ આવી. દરેક ફ્લેટમાં લીકેજ અને જર્જરિત હાલતથી 100થી વધુ પરિવારો સ્થળાંતર થયા. રહીશોને નવા મકાનો જોઈએ છે, નિરાકરણ ન આવે તો ગાંધીનગર જવાની ચેતવણી આપી છે.