ખારગેટ પોસ્ટ ઓફિસને હેડ પોસ્ટ ઓફિસમાં મર્જ થવાની હિલચાલથી લોકોની હેરાનગતિમાં વધારો થશે.
Published on: 28th July, 2025

ભાવનગરની ખારગેટ પોસ્ટ ઓફિસને હેડ પોસ્ટ ઓફિસમાં મર્જ કરવાના નિર્ણય સામે લોકોનો રોષ છે. અગાઉ વોરાબજાર, મામાકોઠા જેવી અનેક પોસ્ટ ઓફિસો મર્જ કરાઈ હતી. હેડ પોસ્ટ ઓફિસમાં ગીર્દીથી લોકો કંટાળ્યા છે. ખારગેટ પોસ્ટ ઓફિસ ઘણા વિસ્તારોને સેવા આપે છે, જ્યાં વિધવા પેન્શન અને રોકાણના ખાતાઓ છે. MP નીમુબેન બાંભણીયા અને મનસુખભાઈ માંડવીયાને આ કાર્યવાહી રોકવા લોકોની માંગ છે. આધાર કાર્ડની કામગીરી પણ અહીં થાય છે.