ભાવનગર યુનિ.માં ખાલી જગ્યાઓ ભરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
Published on: 28th July, 2025

ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કેડરમાં ખાલી જગ્યાઓ ભરવા સહિતના એજન્ડાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને લાઈફ સાયન્સ ભવન, રસાયણશાસ્ત્ર ભવન અને અન્ય કોલેજોમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા થશે. સાતમા પગાર પંચના ધરાવતી મંજૂર થયેલી જગ્યાઓ ભરવા અને 2026 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બાબતે નિર્ણય લેવાશે. આ ઉપરાંત આઉટસોર્સિંગથી જગ્યાઓ ભરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવશે.